અમદાવાદ પૂર્વ અને દહેગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસ સોશિયલ મીડિયામાં જોડાયા હતા. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોએ કહ્યું, ચૂંટણી સમયે મજૂર જેવું વર્તન કરવામાં આવતું હતું. પોતે ભગવાન હોય તે રીતે ભાજપના નેતાઓ વર્તન કરતા હતા.
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
મહિલાઓના બેંક ખાતામાં 2.20 લાખ રૂપિયા જમા કરાવી રહી છે મોદી સરકાર? જાણો શું છે હકીકત
રાજ્યમાં ધો. 1 થી 8માં ચાલુ વર્ષે પણ માસ પ્રમોશન અપાશે ? શિક્ષણ વિભાગે શું કરી સ્પષ્ટતા