સોશિયલ મીડિયામાં હાલ ખબર વાયરલ થઈ રહી છે. યુટ્યૂબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તમામ મહિલાઓના બેંક ખાતામાં પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના અંતર્ગત 2 લાખ 20 હજાર રૂપિયા જમા કરાવી રહી છે.  જો તમારી પાસે પણ આવો મેસેજ આવ્યો હોય તો સાવધાન થઈ જજો

કેન્દ્ર સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવાનું ખંડન કર્યુ છે. પીઆઈબી ફેક્ટ ચેકમાં દાવો પૂરી રીતે ખોટો સાબિત થયો હતો. પીઆઈબીએ તેના ટ્વિટર હેન્ડલ પર આનો રિપોર્ટ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, એક યુટ્યૂબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે  કે કેન્દ્ર સરકાર તમામ મહિલાઓના બેંક ખાતામાં પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના અંતર્ગત 2 લાખ 20 હજાર રૂપિયા જમા કરાવી રહી છે. પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં નથી આવતી.



પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.

રાજ્યમાં ધો. 1 થી 8માં ચાલુ વર્ષે પણ માસ પ્રમોશન અપાશે ? શિક્ષણ વિભાગે શું કરી સ્પષ્ટતા