અમદાવાદ: કૉંગ્રેસે મોરવાહડફ બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. પેટાચૂંટણી માટે સુરેશભાઈ કટારાને કૉંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડફ માટે સુરેશ કટારાને ઉમેદવાર જાહેર કરવામાં આવતા  અમિત ચાવડાએ અભિનંદન પાઠવ્યા છે. 




કોણ છે સુરેશ કટારા ?


સુરેશ કટારાએ કૉંગ્રેસે મોરવા હડફ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સુરેશ કટારાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા 25 વર્ષથી કૉંગ્રેસના સક્રીય સભ્ય છે. સુરેશભાઈ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરેશભાઈએ 10 વર્ષ સુધી સાગવાડા ગ્રામ પંચાયતા સરપંચ તરીકે સેવા આપી છે. સુરેશભાઈના પિતા સ્વ છગનભાઈ કટારા ત્રણ ટર્મ સુધી  તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. સુરેશભાઈના પત્ની હાલ રજાયતા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય છે.




17મી એપ્રિલે મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે.  ભૂપેંદ્ર ખાંટનું અવસાન થતા બેઠક ખાલી પડી છે. 30મી માર્ચ ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હશે.  31મી માર્ચે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે.