ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના(Gujarat Corona Cases) કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. અમદાવાદ-સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં હોવા છતાં રસીકરણને (Corona Vaccination) લઈ રાજ્યમાં સારી કામગીરી થઈ રહી છે.


રાજ્યમાં કેટલા લોકોનું થયું રસીકરણ


ગુજરાતમાં શનિવારે વધુ ૩,૪૪,૨૫૬ વ્યક્તિઓનું રસીકરણ (Gujarat Vaccination) કરવામાં આવ્યું હતું. જેમાં સિનીયર સિટીઝન તેમજ ૪૫થી વધુ વયે ગંભીર બિમારી ધરાવતા ૨,૯૮,૯૭૩ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણના ડોઝનો આંક હવે ૫૦ લાખને પાર થયો હતો.


રસીકરણમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે


ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૪,૨૯,૫૫૬ વ્યક્તિને પ્રથમ ડોઝનું-૬,૨૯,૭૦૭ વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ, કુલ ૫૦,૫૮,૬૨૬ રસીકરણના ડોઝ અપાયા છે. મહારાષ્ટ્ર-રાજસ્થાન-ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત એવું ચોથું રાજ્ય છે જ્યાં ૫૦ લાખથી વધુ રસીકરણના ડોઝ અપાયા છે.



મોદી સરકારે રસીના કેટલા ડોઝ ફાળવ્યા


ગુજરાતને ભારત સરકાર તરફથી ૨૭ માર્ચે કોવિશિલ્ડ રસીના ૧૮ લાખ ડોઝનો જથ્થો મળ્યો છે. આ જથ્થા સહિત અત્યારસુધી રાજ્યને કોવિશિલ્ડ (Covishield) રસીના ૫૭,૦૬,૯૭૦ અને કોવેક્સિન રસીના ૯,૮૨,૦૦૦ ડોઝનો જથ્થો મળ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું કે, 'ગુજરાતમાં ૧૦,૦૩,૦૫૦ કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો સિરમ ઇન્સ્ટિટયુટ (Serum Institute) પૂના દ્વારા ગુજરાતને ઉપલબ્ધ થયો છે. જે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે પહોંચતો કરાશે. આગામી ૧ એપ્રિલથી ૪૫થી વધુ વયના તમામ નાગરિકોને કોવિડની રસી આપવાની શરૃઆત થશે ત્યારે તમામ નાગરિકોને આ રસી લેવા અપીલ છે. '


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


 રાજ્યમાં કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. શનિવારે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.86 ટકા પર પહોંચ્યો છે.


Holi Guidelines: આ વખતે અમદાવાદમાં નહીં જામે હોળી-ધૂળેટીનો રંગ, જાણો શું છે સરકારની નવી ગાઈડલાઈન્સ


Gujaratમાંથી 5 વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ વિદેશ ગયા ? આંકડો જાણીને ચોંકી જશો


Surat Corona Cases: સુરતમાં સતત બીજા દિવસે નોંધાયા 600થી વધુ કેસ, મેયર સહિત કયા કોર્પોરેટર્સ આવ્યા કોરોનાની ઝપેટમાં ?