ગાંધીનગરઃ ગુજરાતમાં પક્ષપલટાને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર મંગળવારે મતદાન થયું હતું. મતદાનના આજે ફાઇનલ આંકડા સામે આવ્યા હતા. 8 બેઠકો પર કુલ 60.70 ટકા મતદાન નોંધાયું હતું. કપરાડા બેઠક પર સૌથી વધુ 77.50 ટકા અને ધારી બેઠક પર સૌથી ઓછું 45.79 ટકા મતદાન નોંધાયું હતું.

આજે ચૂંટણી પંચ દ્વારા મત ગણતરીના સ્થળની જાહેરાત કરવામાં આવી હતી. આઠ બેઠક પૈકી 4ની મત ગણતરી સ્થાનિક કક્ષાએ થશે, જ્યારે બાકીની ચાર સીટની મત ગણતરી હેડ કવાર્ટરમાં થશે. ગઢડા, ધારી, કપરાડા અને ડાંગની મતગણતરી સ્થાનિક કક્ષાએ થશે. જયારે અબડાસા અને લીંબડીનું કાઉન્ટિંગ જિલ્લા હેડ કવાર્ટરમાં થશે. કરજણ અને મોરબીની મતગણતરી પણ હેડ કવાર્ટરમાં થશે.



 કઈ બેઠક પર કેટલું મતદાન

-કપરાડા બેઠક પર 77.50 ટકા મતદાન
- અબડાસામાં 61.82 ટકા મતદાન
- લીંબડીમાં 58.01 ટકા મતદાન
- મોરબીમાં 52.32 ટકા મતદાન
- ધારીમાં 45.79 ટકા મતદાન
- ગઢડામાં 50.76 ટકા મતદાન
- ડાંગમાં 75.01 ટકા મતદાન

આઠ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.