અમરેલીઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાવાની છે. ધારી બેઠક પર ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા જે.વી. કાકડિયાની ટિકિટ આપી છે. ત્યારે જે.વી. કાકડિયા અને ભાજપના કાર્યકરો મત વિસ્તારમાં જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. એવામાં ખાંભા તાલુકાના રાયડી ગામે ભાજપના નેતાઓ અને કાર્યકરોને કડવો અનુભવ થયો છે અને ગામના લોકોએ ભાજપના નેતાઓને મોઢા પર જ જે.વી કાકડિયાને ગદ્દાર કહી દીધા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, ધારી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના નેતાઓને કડવો અનુભવ થયો છે. ખાંભા તાલુકાના રાયડી ગામે ભાજપની સભામાં જે. વી. કાડીયાને ગદ્દાર કહેવામાં આવ્યા હતા. જોકે, આ સભામાં જે.વી. કાકડિયા હાજર નહોતા.



ગામના લોકોએ અગાઉ પાટીદાર સમાજના નેતાઓએ પાટલી ન બદલ્યાનો ઉલ્લેખ કરાયો હતો. એટલું જ નહીં. જે. વી. કાકડીયાની હારની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેને કારણે ભાજપના લોકોએ ચૂપચાપ રાયડી ગામ છોડવું પડ્યું હતું. જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ છેલ્લે કોંગ્રેસની ટીકા કરતા ઓળખાય રહ્યા છે.