અમદાવાદઃ  ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. હાલ તમામ બેઠક પર ભાજપ લીડમાં છે.  આ વખતે તમામની નજર ધારી-બગસરા-ખાંભા બેઠક પર હતી. 2012 બાદ ભાજપ આ બેઠક જીતી શક્યું નહોતું. પરંતુ હાલ 17 રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા 9241 મતોથી આગળ છે.


આ દરમિયાન અમરેલીના સાંસદે ધારી બેઠક પર કમળ ખીલતું જોઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, હ્યું પરેશ ધાનણીએ હવે રાજીનામુ આપી દેવું જોઈએ. ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા.

રાજ્યમાં પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, વિજયભાઈ રૂપાણીએ સરકારમાં ખૂબ લોક ઉપયોગી જાહેરાતો કરી અને એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેના વાતાવરણનુ નિર્માણ થયું છે. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને વિજયભાઈ રૂપાણી સાહેબ અને સરકારનો આભાર માનું છું.