ગાંધીનગરઃ ગુજરાત સરકારે રખડતા ઢોર મુદ્દે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો પશુને ઢોરવાડામાં મુકવામાં આવે છે. તેને વિનામુલ્યે રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સરકાર ભોગવશે.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મનપા અને નગરાપાલિકાના ઢોરવાડામાં પશુઓને વિનામુલ્યે રાખવાની મંજૂરી સરકારે આપી દીધી છે. રખડતા ઢોરના ત્રાસથી જનતાને મુક્ત કરવા રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઢોરવાડાની મર્યાદા હશે, ઘાસચારાની અછત હશે, તે તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. હંગામી ધોરણે તાત્કાલિક ઢોરવાડા બનાવવાનો આદેશ અપાયો છે. થોડા દિવસોમાં તેની અમલવારી કરવામાં આવશે.
રેલવે ભરતી માટેની પરીક્ષામાં બિહારના ડમી વિદ્યાર્થીનો પ્લાન ખુલ્લો પડી જતાં થયો મોટો ધડાકો
વડોદરાઃ વેસ્ટર્ન રેલવેમાં ખલાસીની નોકરી માટે હોલીવુડ જેવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. રેલવે રિક્રુટમેન્ટ લેવલ 1ની ગેંગમેન અને ખલાસીની પરીક્ષા આપવા બિહારથી આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. લક્ષ્મીપુરા ખાતેના ટી.સી.એસ સેન્ટર ખાતે પરીક્ષા યોજાઈ હતી. પરિક્ષાર્થીના અંગુઠાની ચામડી પોતાના અંગૂઠાએ ચોંટાડી પરીક્ષા આપવા આવ્યો હતો.
બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનના ટેસ્ટમાં ઝડપાયો હતો. થંબ ઇમ્પ્રેશન નિષ્ફળ જતા સેનેટાઈઝરથી ચેક કરતા ચોંટાળેલી ચામડી મળી આવી. અનિલકુમાર શંભુ પ્રસાદની જગ્યાએ રાજગુરુ ગુપ્તા પરીક્ષા આપવા આવ્યો હતો. બંને ની લક્ષ્મીપુરા પોલીસેધરપકડ કરી. તપાસમાં ગરમ તવા પર અંગૂઠો મુક્યો અને ફોલ્લા વાળી ચામડી કાપીને ચોંટાડી હતી.
Gujarat Rain : આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની મોટી આગાહી
અમદાવાદઃ રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે યથાવત. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, આવતી કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. સતત વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ ૧૦૦.૧૭ ટકા જેટલો નોંધાયો છે.
સૌથી વધુ કચ્છમાં ૧૫૫.૩૬ ટકા અને સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં ૮૨.૨૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં ૧૦૭.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૪૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૮.૩૧ ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો. રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૮૧.૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે...અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૯૦.૯૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.