આજે અમદાવાદ એરપોર્ટ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શૉ યોજાઈ રહ્યો છે. આ રોડ શોની સાથે ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીના પ્રચારની શરુઆત થઈ રહી છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ શરુ થયો હતો. આ રોડ શૉમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આ રોડશો અમદાવાદ એરપોર્ટથી કોબા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ સુધી યોજાશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કમલમ ખાતે પીએમ મોદી અંદાજે દોઢથી બે કલાક રોકાશે.
આ રોડ શૉમાં પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર થયા હતા. પીએમ મોદી સાથે જીપમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ સવાર થયા હતા. ત્રણેય નેતાઓએ જીપમાં સવાર થઈને રોડ શૉમાં આવેલા કાર્યકરોનું અભિવાદન સ્વિકાર્યું હતું. રોડ શૉમાં રાજ્યના લાખોની સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ રોડ શૉ દરમ્યાન પીએમ મોદીએ કેસરી રંગની ટોપી પહેરી હતી. આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે પણ કેસરી ટોપી પહેરીને ગુજરાતની જનતાને અને ભાજપના કાર્યકરોને એક સંદેશ આપ્યો હતો.
રોડ શૉમાં શું હશે?
અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી યોજાનારા PM મોદીના ભવ્ય રોડ-શોને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને અધિકારીઓ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરશે. ત્યાર બાદ યોજાનારા રોડ શૉમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પીએમ મોદીનું ભાજપ કાર્યકરો સ્વાગત કરશે. રોડ શૉના રુટમાં 50 જેટલા સ્ટેજ એરપોર્ટથી કમલમ સુધી બનાવવામાં આવ્યા છે. રોડ શૉ દરમ્યાન વિવિધ સ્થળો પર ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીઓ બનાવવામાં આવી છે. આ સાથે ગુજરાતના લોકનૃત્યો કરતા કલાકારો પણ પીએમ મોદીનું સ્વાગત કરશે. ગુજરાતભરના ભાજપ કાર્યકરો વહેલી સવારથી જ રોડ શૉના રુટના સ્થાન પર પહોંચી ગયા છે. આ રોડ શૉને ભાજપના ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની શરુઆત કહેવામાં આવી રહ્યો છે.
રોડ શો બાદ PM મોદી 1.30 વાગ્યા સુધી વાગે કમલમ પર બેઠક યોજશે. PM મોદીની આ બેઠકમાં આ ગુજરાત ભાજપના તમામ 500 થી વધુ નેતાઓ હાજર રહેશે. બેઠક બાદ 4 વાગ્યા સુધી રાજભવન ખાતે PM મોદી રોકાણ કરશે. ત્યાર બાદ સાંજે 4 વાગે GMDCમાં પંચાયત મહાસંમેલનમાં સંબોધન કરશે.