PM Modi Gujarat Visit: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકતે આવી રહ્યા છે. દિલ્હીથી નીકળતી વખતે પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાના 2 દિવસના ગુજરાત પ્રવાસના કાર્યક્રમની વિગતો આપી હતી. સવારે 10.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ યોજાશે. 


રોડ શૉમાં શું હશે?
અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી યોજાનારા PM મોદીના ભવ્ય રોડ-શોને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને અધિકારીઓ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરશે. ત્યાર બાદ યોજાનારા રોડ શૉમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પીએમ મોદીનું ભાજપ કાર્યકરો સ્વાગત કરશે. રોડ શૉના રુટમાં 50 જેટલા સ્ટેજ એરપોર્ટથી કમલમ સુધી બનાવવામાં આવ્યા છે. રોડ શૉ દરમ્યાન વિવિધ સ્થળો પર ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીઓ બનાવવામાં આવી છે. આ સાથે ગુજરાતના લોકનૃત્યો કરતા કલાકારો પણ પીએમ મોદીનું સ્વાગત કરશે. ગુજરાતભરના ભાજપ કાર્યકરો વહેલી સવારથી જ રોડ શૉના રુટના સ્થાન પર પહોંચી ગયા છે. આ રોડ શૉને ભાજપના ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની શરુઆત કહેવામાં આવી રહ્યો છે. 


રોડ શો બાદ PM મોદી 1.30 વાગ્યા સુધી વાગે કમલમ પર બેઠક યોજશે. PM મોદીની આ બેઠકમાં આ ગુજરાત ભાજપના તમામ 500 થી વધુ નેતાઓ હાજર રહેશે. બેઠક બાદ  4 વાગ્યા સુધી રાજભવન ખાતે PM મોદી રોકાણ કરશે. ત્યાર બાદ સાંજે 4 વાગે GMDCમાં પંચાયત મહાસંમેલનમાં સંબોધન કરશે.


આ પણ વાંચોઃ


આજે PM મોદી રોડ શૉ કરશે અને સરપંચ સંમેલનમાં હાજરી આપશે, જાણો લાઈવ અપડેટ્સ


Election Result 2022: UPમાં ભવ્ય જીત પર યોગી આદિત્યનાથે કહ્યુ- રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસનને મળ્યા જનતાના આશીર્વાદ