અંબાજીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અંબાજીના દર્શન કર્યા હતા.

મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યા બાદ વિજય રૂપાણીએ કહ્યું, ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જીત બાદ હું માં અંબાના દર્શન કરી માથું ટકાવવા આવ્યો છું. આ ભવ્ય વિજય બાદ લોકોની આશા અપેક્ષા અમે પુરી કરી શકીએ, ગુજરાત ખૂબ આગળ વધે, સતત સુરક્ષિત રહે અને ગુજરાતીઓ ઉપર માં અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી માં પાસે મનોકામના માંગી છે.

અંબાજી ડેવલોપમેન્ટ ઓથોરિટી માટે ગઈકાલે કલેકટર સાથે બેઠક કરી છે ઝડપીથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે. મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન્ટ બનાવવાનું હાઈ પાવર કમિટીને સૂચન કરાયું છે. અંબાજીમાં હેલિપેડ બનાવવાનું પણ ટૂંક સમયમાં આયોજન છે.