શહેરી-ગ્રામીણ વિસ્તારમાં ફરી પહેરવું પડશે હેલ્મેટ ? CM રૂપાણીએ શું આપ્યું નિવેદન જાણો વિગત
abpasmita.in | 19 Dec 2019 12:40 PM (IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે ખુલાસો કર્યો કે, 'હેલ્મેટનો કાયદો રદ નથી કર્યો, તેને સ્થગિત કરવામાં આવ્યો છે. રોડ સેફટી કાઉન્સિલના પત્ર પર મુખ્યસચિવ જવાબ આપશે.'
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
ગાંધીનગર : નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં હેલ્મેટ પહેરવામાંથી આપવામાં આવેલી મુક્તિને લઈ રોડ સેફ્ટી કાઉન્સિલે રાજ્ય સરકારને પત્ર લખીને ખુલાસો માંગ્યો હતો. કાઉન્સિલ દ્વારા સીએસ અનીલ મુકીમ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. હવે આ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે જણાવ્યું કે, 'હેલ્મેટનો કાયદો રદ નથી કર્યો, તેને સ્થગિત કરવામાં આવ્યો છે. રોડ સેફટી કાઉન્સિલના પત્ર પર મુખ્યસચિવ જવાબ આપશે' સીએમના આવા નિવેદન બાદ ફરીથી લોકોમાં હેલ્મેટને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. મંત્રી આર.સી.ફળદુએ 4 ડિસેમ્બરે જાહેરાત કરતાં કહ્યું હતું કે, હવે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં ટ્રાફિકનાં નવા નિયમો અનુસાર હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. જેના કારણે ગુજરાતીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને ઠેર-ઠેર તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે રૂપાણી સરકારે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં મોટો નિર્ણય કરતાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. CM વિજય રૂપાણીએ 4 ડિસેમ્બરના રોજ કરેલું ટ્વિટ નાગરિકતા સંશોધન કાયદોઃ પ્રિયંકા ચોપડાનું ટ્વિટ થયું વાયરલ, જાણો શું લખ્યું CAA Protest: દિલ્હીમાં ટ્રાફિક જામ, લાલ કિલ્લા પાસે લગાવવામાં આવી કલમ 144