ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની ખખડાવી છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણી આજે કેટલાક નિર્ણયો જાહેર કરી રહ્યાં છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે.


મુખ્યમંત્રીએ કહ્યું, આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી. 14મી એપ્રિલના રોજ સરકારે કામગીરી કરી એની એફિડેવિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે. હાઇકોર્ટે કેટલાક સૂચનો કર્યા છે.દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. કોરોનાગ્રસ્ત બન્યા છે કેટલાકના મૃત્યુ પણ થયા છે.સરકારે જનતાને તકલીફ ન પડે તેના માટે ખર્ચનો વિચાર કર્યા વગર કામ કર્યું છે.


મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ડોક્ટરો બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે એવી મારી વિનંતિ છે. 60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી છે. 



  • 30 એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય બંધ

  • લગ્ન પ્રસંગોમાં હવે માત્ર 50 લોકોને જ મંજૂરી

  • એપ્રિલ-મેમાં તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ 

  • સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત


  • રાત્રી કર્ફ્યૂવાળા શહેરોમાં કર્ફ્યૂ દરમિયાન નહી યોજી શકાય લગ્ન


     




  • ગુજરાત સરકારે કોરોના સંક્રમણને  રોકવા લીધા મહત્વના નિર્ણય




  • લગ્ન સમારંભમા ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે


     




  • અંતિમ વિધી કે ઉતરક્રિયામાં 50થી વધારે એકત્ર નહી થઈ શકે


     




  • જાહેરમાં રાજ્ય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો પર લગાવ્યો પ્રતિબંધ


     




  • સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર પ્રતિબંધ


     




  • એપ્રિલ તથા મે મહિનામાં આવતા તમામ ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી નહી શકાય


     




  • તમામ તહેવારો પોતાની આસ્થા મુજબ ઘરમાં કુટુંબ સાથે યોજવાના રહેશે


     




  • સરકારી અને અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ ખાનગી ઓફિસમાં કર્મચારીની હાજરી 50 ટકા રાખવાની અથવા અલર્ટનેટ ડે પર કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા કરવાની 




  • 30 એપ્રિલ સુધી તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ 


    કોવિડની ગાઈડલાઈનનું તમામ નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, અન્ય સુચના ન આવે ત્યાં સુધી આ તમામ નિર્ણયો લાગુ રહેશે