2 મેના રોજ લેવાનાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB)ની પરીક્ષા કોરોના સંક્રમણ(Coronavirus)ના કારણે મોકુફ રાખવામાં આવી છે. કોરોના સંક્રમણ બેકાબૂ છે એવામાં રાજ્યમાં શાળા(School) અને કોલેજો(Collage)માં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયુ છે.  ત્યારે સંક્રમણ વધારે ન વકરે એ માટે 2મેના રોજ લેવાનાર ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પણ મોકુફ રાખવામાં આવી છે. 2 મેના રોજ હિસાબનીશ, ઓડીટર, પેટા તીજોરી અધિકારીના વર્ગ ૩ની પરીક્ષા લેવાનારી હતી. 




ઉલ્લેખનીય છે કે  માહિતી વિભાગ(information department) માટે લેવાનારી પરીક્ષા પણ મોકુફ રાખવામાં આવી હતી. 10મી એપ્રિલે યોજાનારી પરીક્ષા કોરોના સંક્રમણના કારણે મોકુફ રાખવામાં આવી હતી. હવે પરીક્ષાની નવી તારીખોની જાહેરાત ઓજસ અને માહિતી વિભાગની વેબસાઈટ પર કરાશે.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે.  


એક્ટિવ કેસ 27000ને પાર



રાજ્યમાં આજે 2976 લોકોએ કોરોના(Corona)ને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે. 



કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?



આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત  કોર્પોરેશનમાં 16,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1  મોત સાથે કુલ 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.