ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકડાઉન 4 અંગેની ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વેપાર ધંધામાં છૂટ આપવામાં આવશે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં ઓડ ઈવન નંબરને ધ્યાનમાં રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે.  સમગ્ર રાજયમાં રેસ્ટોરન્ટ  માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે.

અમદાવાદ અને સુરત સિવાય બધા જ શહેરોમાં ઓટો રિક્ષા શરુ થશે. એક રિક્ષામાં વધુમાં વધુ 2 મુસાફર જ બેસી શકશે. આ સાથે જ રાજ્યમાં ફરીથી એસટી બસ દોડતી થશે. અમદાવાદમાં બસોની આવવાની મંજૂરી નહી આપવામાં આવે.

કન્ટેઈનમેન્ટ સિવાયના વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો ખોલવાની  મજૂરી આપવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો ખુલશે.

લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી આપવામાં આવી છે. હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે ચાલુ કરવામાં આવશે.