ગાંધીનગરઃ દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતે કહ્યુ કે, આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી. તેમના આ નિવેદન પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સાડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ હું માનું છું. રાજસ્થાનની જનતા ઇચ્છતી હતી કે ત્યાં દારૂબંધી થવી જોઇએ. પરંતુ નશામાં ચૂર એવી કૉંગ્રેસે આ વાત માનવાને બદલે ગુજરાતમાં ઘરે ઘરે લોકો દારૂ પી રહ્યાં છે તેવું બોલીને અપમાન કરવાની ચેષ્ટા કરી છે તેનાથી ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.'


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગેહલોતના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું- કોંગ્રેસે ગાંધીજી અને ગુજરાતનું અપમાન કર્યું છે. કોંગ્રેસના આગેવાનો પણ દારૂડિયા છે. ગેહલોતને વિનંતી કે સચિન પાયલટને સાચવ, ગુજરાતની ચિંતા ન કરે.  કોંગ્રેસ ગુજરાતની વિરોધી છે.


મોદી સરકારનો નવો આદેશ, વિદેશ પ્રવાસમાં પણ સાથે રહેશે SPG કમાન્ડો ? જાણો કેમ

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ભલે હરાવ્યું પણ છે એક નબળાઈ, જે પડી શકે છે ભારે, જાણો વિગતે