Cold Wave: રાજ્યના ફરી એકવાર કાતિલ અને કડકડતી ઠંડીને લઈને આગાહી સામે આવી છે. ચોમાસાની વિદાય બાદ હવે આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. આગામી પ્રમાણે આગામી 11 નવેમ્બરથી સિસ્ટમ સર્જાશે અને ડિસેમ્બરમાં હાડ ગાળતી ઠંડી પડશે.


રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો બહુ જલદી શરૂ થઇ જશે. ગુજરાતના જાણીતા હવામાન કાર અંબાલાલ પટેલે વરસાદ બાદ હવે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે, રાજ્યમાં શિયાળાના માહોલ ડિસેમ્બરમાં જામી જશે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બર બાદ હાડ થીજાવતી ઠંડી પડશે. અંબાલાલના મતે 14 થી 18 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક લૉ પ્રેશર સર્જાશે, અને દક્ષિણ પૂર્વીય તટો પર આ લૉ પ્રેશરની અસર જબરદસ્ત જોવા મળશે. આગામી 18 થી 24 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત અને પવનો પણ ફૂંકાશે. 19 થી 22 નવેમ્બરની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 11 નવેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે. એટલે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થઇ જશે અને ડિસેમ્બરમાં હાડ ગાળતી ઠંડી પડશે. 


તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના


ઉત્તર ભારતમાં, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડીના સંકેતો સાથે તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. IMD મુજબ  દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે.  નવેમ્બરના મધ્ય સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા ઠંડીનું જોર વધવાની શક્યતા છે.  15 નવેમ્બર પછી આ રાજ્યોમાં  તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.


પહાડી વિસ્તારોમાં હિમવર્ષા


હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે. આ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં હવામાન વધુ ઠંડું થઈ ગયું છે. બરફથી ઢંકાયેલા પહાડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ઉત્તર ભારતમાં ઠંડીને કારણે IMDએ રહેવાસીઓને એલર્ટ રહેવાની સલાહ આપી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં પાણી ભરાયેલા રસ્તાઓ અને સંભવિત પાવર કટ વિશે જાગૃત રહેવાનું સૂચન કરવામાં આવ્યું  છે. ઉપરાંત, ઠંડા હવામાન પ્રત્યે સંવેદનશીલ વ્યક્તિઓ, જેમ કે બાળકો અને વૃદ્ધોને, ગરમ કપડાં પહેરવા અને સવાર અને સાંજના સમયે બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.   


આ પણ વાંચો


Weather Forecast: લા-નીનાની અસરના કારણે હાડ થીજાવથી ઠંડીની આગાહી, 25 વર્ષનો તોડશે રેકોર્ડ