Navsari Fire: ગુજરાતમાં વધુ એક આગથી હોનારતની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાના પણ રિપોર્ટ છે. આ આગ નવસારીના ગણદેવીના દેવસર નજીક એક ગોડાઉનમાં લાગી હતી. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


માહિતી પ્રમાણે, નવસારીના ગણદેવીના દેવસર ગામે એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ટ્રેકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા બનાવ બન્યો હતો. આગ લાગતા ગોડાઉનમાં કામદારો ફસાયા હતા, અને આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તારણમાં લાગી રહ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઇ શકે છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હોવાની આગ વધુ પ્રસરી શકે છે. બનાવ બાદ બિલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલીના ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી છે. બિલીમોરા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. જ્યારે ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ વિકરાળ બની છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હજુ પણ વધુ માત્રામાં હોવાના કારણે આગ વિકરાળ બની શકે છે. ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.


આ પણ વાંચો


બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર સામૂહીક દુષ્કર્મની ઘટનાથી હાહાકાર