ગુજરાત કોંગ્રેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા રાજીનામું આપશે. અમિત ચાવડા સાંજે પાંચ વાગ્યે રાજીનામું આપશે. હવે મહત્વની વાત એ છે કે શું તેમનું રાજીનામું સ્વીકારવામાં આવશે. ચૂંટણીમાં કૉંગ્રેસના રકાસ બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજીનામું આપશે. સાંજે 5 વાગ્યે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.


સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડાએ આ નિર્ણય લીધો હોવાનું સત્તાવાર સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. આજે આ અંગે અમિત ચાવડા સત્તવાર રીતે જાહેર કરશે.

પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીતી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.