આ દરમિયાન અમરેલીની લીલીયા તાલુકા પંચાયતમાં ટાઇ થઇ છે. લીલીયા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂઆતથી જ રસાકસી જામી હતી. આખરે બંને પક્ષોને 8-8 બેઠકો મળતા ટાઇ પડી હતી.
લાઠી તાલુકા પંચાયતમા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. ગત ટર્મમાં અહીં કોંગ્રેસનું શાસન હતું. 16માંથી ભાજપને 13, કોંગ્રેસને 2 અને અપક્ષને 1 બેઠક મળી હતી. અહીં ભાજપના સમર્થકો ભારે ઉત્સાહ સાથે ઢોલ નગારા સાથે નાચ્યા હતા.
રાજુલા જાફરાબાદમાં ભાજપ નો ભગવો લેહરાયો હતો. નાગેશ્રી જિલ્લા પંચાયત બેઠક ના સૌથી નાની ઉંમરના 21 વર્ષ ના કરશન ભીલ નો વિજય થયો હતો.
Gujarat Panchayat Election 2021 Results: કોંગ્રેસે કઈ બેઠક પર 110 વોટથી કબજો કરતાં ભાજપમાં છવાયો સન્નાટો, જાણો વિગત
Gujarat Panchayat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોનો ક્યો ગઢ ભાજપે કર્યો કબજો ? કઈ નગરપાલિકા ભાજપે કરી કબજે ?