જૂનાગઢ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસનો વિવાદ સામે આવ્યો છે. વંથલી નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રશાંત વાજા સામે અવિશ્વાસ પ્રસ્તાવ કરાયો છે. આજે વંથલી નગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રસ્તાવ કરાયો છે. કોંગ્રેસનો જૂથવાદ બહાર આવ્યો છે.
અમદાવાદઃ ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા ચેતન રાવલે રાજીનામું આપ્યું છે. ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ.
Gujarat Election : સુરતમાં નરેશ પટેલ સાથે AAPના કયા દિગ્ગજ નેતા જોવા મળ્યા?
Gujarat Election : ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગઈ કાલે સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમની વાત કરીએ તો સુરત ખાતે પાસ કન્વીનર અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામના ઉપક્રમે આયોજિત આ નવરાત્રી ગરબામાં નરેશ પટેલ હાજર રહ્યા હતા. આ સમયે ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા.
Gujarat Election : 'ઇલેક્શન બાદ ખ્યાલ આવી જશે કોની સાથે છું', પાટીદાર આગેવાન નરેશ પટેલનું મોટું નિવેદન
Gujarat Election : ખોડલધામના વડા નરેશ પટેલ સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમર્થનને લઈને મોટું નિવેદન આપ્યું છે. સુરત ખાતે ખોડલધામ આયોજિત નવરાત્રીમાં ઉપસ્થિત રહ્યા હતા. નરેશ પટેલે રાજકીય પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. નરેશ પટેલે કહ્યું હજી ઇલેક્શન જાહેર થયું નથી. જોકે, નરેશ પટેલ કોની સાથે રહેશે તેના જવાબમાં કહ્યું ઇલેક્શન બાદ ખ્યાલ આવી જશે કોની સાથે છું.
દાહોદમાં પંચાયત સભ્ય યુવતીને માતા-પિતા સામાન્ય સભામાંથી જ ઉઠાવી ગયા, કારણ જાણીને ચોંકી જશો
દાહોદઃ ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આવેલી દીકરીને માતા પિતા ઊંચકી લઈ જતા ખડભડાટ મચી ગયો છે. નિમચ ગામના યુવક સાથે પ્રેમ થતાં તેની સાથે જતી રહી હતી. યુવતી અપક્ષ તરીકે વિજેતા થઈ હતી. પ્રેમ લગ્નનો માતા-પિતાને વિરોધ હતો. ગરબાડા સામાન્ય સભામા આવતા tdoની કચેરીમાંથી માતા-પિતા યુવતીને ઉઠાવી લઈ ગયા હતા. ઘટનાને લઈ વિસ્તારમા ખડભડાટ મચી હતી.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગરબાડા આવેલી દીકરીને માતા-પિતા તાલુકા પંચાયતના પરિસરમાંથી જ ઊંચકીને લઇ જતાં ખળભળાટ મચી ગયો. ઘટના પગલે પોલીસ પણ તાલુકા પંચાયત દોડી આવી હતી.પંચાયતની સભ્ય યુવતી 8 મહિના પહેલાં નીમચ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ઘરેથી જતી રહી હતી. જોકે, દીકરી પુખ્તવયની હોવાથી પરિવાર કંઇ કરી શકે તેમ ન હતો.
દરમિયાન શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં દીકરી આવતાં જ માતા-પિતા ઉઠાવીને લઈ ગયા હતા. યુવતી જે યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેના અગાઉ ત્રણ લગ્ન થઈ ચૂક્યા છે અને ત્રણેય પત્નીઓ જોડેથી છૂટાછેડા પણ થઈ ગયા છે. યુવક પાસે તેની પ્રથમ પત્નીનું એક બાળક હોવાનું જાણવા મળ્યું છે.