આગામી 28 ફેબ્રુઆરીએ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી છે. ત્યારે એ પહેલા બોરસદ પાલિકામાં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રશાંત ચાવડા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત ઈશ્વરભાઈ ચાવડાના પૌત્ર ભાજપમાં જોડાઈ ગયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે યોજાયેલ મતગણતરીમાં ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું.
અમિત ચાવડાએ કહ્યું, જનતાના જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ મહેનત કરી છે. શહેરી વિસ્તાર કેમ હાર થઈ ચિંતન કરીશું અને જ્યાં ઉણપ રહી છે ત્યાં સુધારો કરીશું. આત્મવિશ્વાસ લોકોનો અમારા માટે જાગે એ માટે લડાઈ લડીશું. હાર્યા પરંતુ શીખ લઈશુ એમાંથી. કોંગ્રેસનો કાર્યકર લોકો માટે લડવા માટે તૈયાર છે. પરાજયમાંથી શીખ લઈશું. લોકોના પ્રશ્નો ઉઠાવતા રહીશું. ભાજપની સામ, દામ, દંડ ભેદની નીતિ સામે લડીશું. અમિત ચાવડાએ મતદારોનો આભાર માન્યો હતો.