સુરતઃ ગુજરાતમાં આગામી સમયમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થઈ શકે છે. કારણ કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. આજે સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ વાત કરી હતી. આવતી કાલના રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈને રઘુ શર્મા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, સુરતમાં કાર્યકર્તા સાથે મુલાકાત કરવા આવ્યો છું. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે. 


તેમણે કહ્યું કે, ભાજપના પેજ કમિટી પ્રક્રિયા પ્રોપગેંડા છે. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે. તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીનો સુરતનો કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નહીં. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી. 


તેમણે કહ્યું કે, પ્રદેશ કોંગ્રસ અધ્ય, નેતા વિપક્ષનું રાજીનામું સ્વીકારાયું છે. 2017 પછી કોંગ્રેસનું ગુજરાતનું પ્રદર્શન કેમ કથળ્યું તેનું મંથન કરાશે. ભાજપે ધન-બળની સાથે તોડજોડની ગુજરાતમાં રાજનીતિ કરી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વોટનું સમીકરણ બગાડવા ચૂંટણી લડતી હોય છે. કોંગ્રેસ અનુશાસન સાથે એકજુથ થાય તો સારુ પ્રદર્શન કરી શકે છે. ગુજરાતમાં 2022માં સરકાર બને તેવી કોંગ્રેસની તૈયારી છે. 



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રભારી રઘુ શર્મા દ્વારા ભાજપ પેજ કમિટી પ્રપોગેંડા હોવાના નિવેદન મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન હતાશામાં આપ્યું હોવાનું સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું. ભાજપે તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત,વિધાનસભા 9 બેઠક ની પેટા ચૂંટણી અને ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પેજ કમિટીના આધારે ભગવો લહેરાવ્યો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપ પેજ કમિટી કામગીરી કરી રહી છે.


રાહુલ ગાંધી આવતી કાલે સુરત આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સુરત પહોંચી. સુરત એરપોર્ટથી લઈ કોર્ટ સુધી સ્થળ નિરીક્ષણ કરશે. સાથે સ્થાનિક પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. હથિયારબંધ પોલીસ જવાન સુરક્ષા વ્યવસ્થા માટે સર્કિટ હાઉસ પહોંચી.