અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે. જોકે, કોરોનાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં કોરોનાથી 30 દર્દીઓના મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7 લોકો મોતને ભેટ્યા હતા. આમ, કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ઘટી હોવા છતાં લોકોએ હજુ ચેતવાની જરૂર છે. કારણ કે, દૈનિક કેસો ઘટવાની સામે મૃત્યુઆંકમાં કોઈ ઘટાડો નોંધાયો નથી અને મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. 


છેલ્લા પાંચ દિવસમાં ગુજરાતમાં નોંધાયેલા મૃત્યુઆંકના વાત કરીએ તો, ખાલી છેલ્લા પાંચ દિવસમાં 126 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુઆંક અમદાવાદ શહેરમાં છે. પાંચ દિવસમાં 39 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. તારીખ પ્રમાણે વાત કરીએ, તો 28 જાન્યુઆરી ગુજરાતમાં 30 દર્દીઓના મોત, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 7 લોકોના મોત થયા હતા. 27મી જાન્યઆરીએ ગુજરાતમાં 22 દર્દીઓના મોત નીપજ્યા હતા. જેમાંથી અમદાવાદ શહેરમાં 7 દર્દીઓના મોત થયા હતા. 26મી જાન્યુઆરીએ ગુજરાતમાં 21 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 9 લોકોના મોત નીપજ્યા. 25મી જાન્યુઆરીએ ગુજરાતમાં 28 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા હતા, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 દર્દીઓના મોત નીપજ્યા હતા. 24મી જાન્યુઆરીએ ગુજરાતમાં કોરોનાથી 25 દર્દીઓના મોત નીપજ્યા હતા, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 દર્દીઓના મોત નીપજ્યા હતા. 


ગુજરાતમાં કોરોનાં સંક્રમણના કેસ ઘટવા અને મૃત્યુ દર વધવા સંદર્ભે આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે નિવેદન આપ્યું છે. અન્ય દેશો અને રાજ્યો જેમ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો ડાઉન ફોલ શરૂ થયો છે. અલબત્ત કોમોરબીટ કન્ડિશન અને અન્ય કારણોસર મૃત્યુદરમાં થોડો વધારો જરૂર થયો છે. આરોગ્ય વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં આગામી એક બે અઠવાડિયામાં કોરોના કેસ અને મૃત્યુદરમા પણ ઘટાડો થશે. અન્ય દેશમાં પણ જે ટ્રેન્ડ હતો કે પિક પર ગયા બાદ એક બે અઠવાડિયામાં જ કોરોના સંક્રમણ એકદમ ઘટ્યું હતું તેવુ જ ગુજરાતમાં પણ થઈ રહ્યું છે.


ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12,131  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 107915 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 297 લોકો વેન્ટીલેટર પર છે. 107618 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1014501 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10375 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 22070  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 89.56 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  30 મોત થયા. આજે 1,94,350 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4046, વડોદરા કોર્પોરેશનમાં 1999, રાજકોટ કોર્પોરેશનમાં 958, સુરત કોર્પોરેશનમાં 628, વડોદરામાં 518, સુરતમાં 443, પાટણ 286, ગાંધીનગર કોર્પોરેશનમાં 271, રાજકોટમાં 255, કચ્છ 206, ભાવનગર કોર્પોરેશનમાં 185, જામનગર કોર્પોરેશનમાં 176, વલસાડમાં 166, બનાસકાંઠા 157, મહેસાણા 157,  નવસારીમાં 151, ભરુચ 148, આણંદ 138, મોરબી 138, ખેડા 129, ગાંધીનગર 128, સાબરકાંઠામાં 106, જામનગર 93, પંચમહાલ 85, અમદાવાદ 78, અમરેલી 78, સુરેન્દ્રનગર 69,  જૂનાગઢમાં 48, તાપી 39, જૂનાગઢ કોર્પોરેશન 36, દાહોદ 35, ગીર સોમનાથ 33,  દેવભૂમિ દ્વારકામાં 27, ભાવનગરમાં 23, મહીસાગરમાં 23, અરવલ્લીમાં 18, નર્મદા 18,  છોટા ઉદેપુરમાં 14, ડાંગ 10, પોરબંદર 10 અને  બોટાદમાં 5 નવા કેસ નોંધાયા છે.



આજે કોરોનાના કારણે 30 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, રાજકોટ 1,  ભાવનગર કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં 2,  ભરુચમાં 2, ગાંધીનગર 1, પંચમહાલ 1, ભાવનગર 1 અને મહીસાગરમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.