ગાંધીનગરઃ આગામી દિવસોમાં ગુજરાતમાં લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ સામાન્ય ઠંડી રહેશે. બે દિવસ બાદ કડકડતી ઠંડીમાં લોકોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની દિશા બદલાતા 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. જેને લઈ હાડ થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે.
સાથે જ હવામાન વિભાગે કહ્યું હતું કે હાલ કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તો પાટનગર ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
દ્વારકાના દરિયામાં ભારતીય જળ સીમા પાસેથી 7 માછીમારોનું અપહરણ
દ્વારકાના ઓખા બંદરમાં ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સાથે 7 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. માછીમારો બોટ લઈ અહીં માછીમારી કરવા આવે છે. ત્યારે માછીમારોની બોટ માછીમારી કરવા દરીયામાં ગયા હતા ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. તુલસી મૈયા નામની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે.
ઓખા બંદરની તુલસી મૈયા નામની બોટ તા ૧૮.૦૧.૨૨ ના રોજ ઓખાથી માછીમારી કરવા માટે ગઈ હતી. આ બોટમાં સાત ખલાસી ક્રુ મેમ્બર માછીમારી કરવા ગયા હતા. જે બોટનું એન્જિન દરિયા અંદર ખરાબ થઈ જતા દરિયામાં ફસાઈ હતી. ત્યારે આજ રોજ તા.28.01.2020 ના રોજ પાકીસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે આ બોટનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. દરીયા અંદર મુસીબતમાં ફસાયેલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........