ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 162 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1647 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 16 લોકો વેન્ટીલેટર પર છે. 1631 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1210211 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,932 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 64, વડોદરા કોર્પોરેશનમાં 14, બનાસકાંઠા 12, કચ્છ 11, આણંદ 9, વડોદરા 9, રાજકોટ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશન 6, સુરત 5, ગાંધીનગર કોર્પોરેશન 3, ખેડા 3, મહેસાણા 3, વલસાડ 3, મોરબી 2, પાટણ 2 અને તાપીમાં 2 કેસ નોંધાયા છે.
આજે 333 દર્દીઓ રિકવર થયા
બીજી તરફ આજે 333 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.97 ટકાએ પહોંચ્યો છે. આજે 31552 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.
જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતાઈથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 ને પ્રથમ અને 18 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 536 ને પ્રથમ જ્યારે 1997 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 3636 ને રસીનો પ્રથમ જ્યારે 11096 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 274 ને પ્રથમ જ્યારે 9336 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 4650 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 31552 કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,30,15,365 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.