ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે   રાજ્યમાં 1372 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3370 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,470  એક્ટિવ કેસ છે, જ્યારે 1,07,701 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,384 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,27,541 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદમાં 3, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1  કુલ 15  લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 183, અમદાવાદ કોર્પોરેશનમાં 160,  સુરતમાં 111, જામનગર કોર્પોરેશમાં 84, રાજકોટ કોર્પોરેશનમાં 108, વડોદરા કોર્પોરેશનાં 93, બનાસકાંઠામાં 51, મહેસાણામાં 45, વડોદરામાં 41, રાજકોટમાં 33, અમરેલી, કચ્છ અને પંચમહાલમાં 27-27, મોરબીમાં 26, અમદાવાદમાં 25, ભરૂચ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 22-22 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1289 દર્દી સાજા થયા હતા અને 61,907 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 39,86,370  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.44 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 6,20,385 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 6,19,966 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 419 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.