ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. આજે રાજ્યમાં 1417 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3409 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,490 એક્ટિવ કેસ છે, જ્યારે 1,11,909 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,408 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,31,808 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1, પાટણમાં 1, સુરતમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 13 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશનમાં 175, સુરતમા 117, રાજકોટ કોર્પોરેશનમાં 110, વડોદરા કોર્પોરેશનમાં 95, જામનગર કોર્પોરેશનમાં 89, રાજકોટમાં 58, મહેસાણામાં 48, કચ્છમાં 42, વડોદરામાં 41, બનાસકાંઠામાં 27, પાટણમાં 35, અમરેલીમાં 32, પંચમહાલમાં 25, મોરબીમાં 21, જામનગરમાં 21, અમદાવાદમાં 20 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1419 દર્દી સાજા થયા હતા અને 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 41,72,051 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.90 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 6,07,071 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 6,06,679 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 392 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Gujarat Corona Cases Update: રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3400ને પાર, આજે 1417 કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 07:33 PM (IST)
Gujarat Corona Cases 26 September 2020: રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,31,808 પર પહોંચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -