ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે   રાજ્યમાં 1390 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,710   એક્ટિવ કેસ છે, જ્યારે 1,17,231 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,624 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,37,394 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, કચ્છમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં  મળી  કુલ 11  લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશનમાં 179, સુરતમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 68, રાજકોટમાં 46, મહેસાણામાં 41, વડોદરામાં 41, બનાસકાંઠામાં 37,  પંચમહાલમાં 32, અમરેલી અને પાટણમાં 30-30, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, ભાવનગર કોર્પોરેશનમાં 25, ભરૂચમાં 24 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1372 દર્દી સાજા થયા હતા અને 61,966  ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 43,56,062  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.32 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,88,158 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,87,748 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 410 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.