ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના 1280 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3022 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15631 એક્ટિવ કેસ છે, જ્યારે 77782 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 15552 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 96435 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 2, ગાંધીનગર કોર્પોરેશમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 14 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 147, વડોદરા કોર્પોરેશનમાં 93, જામનગર કોર્પોરેશમાં 91, સુરતમાં 86, રાજકોટ કોર્પોરેશમાં 84, પંચમહાલ 39, વડોદરા 35, રાજકોટ 34, અમરેલી 30, મહેસાણા 29, મોરબી 28, અમદાવાદ 26, ભાવનગર કોર્પોરેશનમાં 26, પાટણમાં 25, જામનગરમાં 23, સુરેન્દ્રનગર 21, આણંદમાં 20, ભરૂચમાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20 કેસ નોંધાયા છે.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1025 દર્દી સાજા થયા હતા અને 66,363 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 23,31,836 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,02,388 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,01,907 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 481 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાના નવા 1280 કેસ નોંધાયા, 14 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 96435 પર પહોંચી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2020 08:21 PM (IST)
ગુજરાતમાં આજે કોરોનાના 1280 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3022 પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -