જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે વધુ એક સ્ટેટ હાઈવે ભારે વરાસદને પગલે બંધ થઈ ગયો છે. માણાવદર વંથલી સ્ટેટ હાઈ વે બંધ થયો છે. સવારે 7 વાગ્યાથી રસ્તો બંધ છે. બન્ને બાજુ વાહનોના ખડકલા થઈ ગયા છે. વંથલી પોલીસે બન્ને બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. નગર પાલિકાએ સતત સાયરન વગાડી લોકોને જાગૃત કર્યા હતા.
અમરેલીમાં ભારે વરસાદને પગલે બગસરાની સાતલડી નદીમાં પૂર આવ્યું છે. સાતલડી નદીનો પટ તોડી હવે નદી સ્ટેટ હાઇવે પર દોડતી થઈ છે. સાવરકુંડલા -જૂનાગઢ વાયા માણેકવાડા જતા રસ્તા પર નદી ફરી વળી છે. આ ઉપરાંત ગાગડીયા નદીનાં પાણી સ્ટેટ હાઇવે પર ફરી વળ્યાં છે. લીલીયા-ગારીયાધાર સ્ટેટ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા છે. લીલીયાના ક્રાંકચ નજીકની ઘટના છે.
આ હાઇ-વે પર નદીના પાણી આવી જતા હાઇવે પાણી-પાણી થયો છે. અહીંથી વાહનો પસાર કરવા મુશ્કેલ બન્યું છે. કેટલાક વાહનો જીવન જોખમે હાઇવે પરથી પસાર થઈ રહ્યા છે. તો બસો,કાર ચાલકો સહિતના રાહદારીઓ પાણી ઓસરવાની રાહમાં છે. વાહનોની કતારો હાઇવે પર જોવા મળી હતી.
બોટાદના મોટા ભડલા ગામ પાસે આવેલ સુખભાદર ડેમ ઓવરફલો થયો છે. જેને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ એક કિ.મીના અંતરે પાણી વહેતું હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરેલ છે. પાણી છોડવામાં આવતા રાણપુર પંથકમાં નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. દેરડી, દેવળીયા, સાંગણપર, ગઢીયા, આસલપર, કિનારા, પાટણા, રાણપુર, નાના ભડલા, લિંબોડા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સતત પડી રહેલા ઉપરવાસના વરસાદના કારણે ડેમ ઓવરફલો થયો છે.
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે વધુ એક સ્ટેટ હાઈ-વે થયો બંધ, બંને તરફ વાહનોનો ખડકલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2020 02:36 PM (IST)
માણાવદર વંથલી સ્ટેટ હાઈ વે બંધ થયો છે. સવારે 7 વાગ્યાથી રસ્તો બંધ છે. બન્ને બાજુ વાહનોના ખડકલા થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -