ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 158, અમદાવાદ કોર્પોરેશનમાં 159, વડોદરા કોર્પોરેશનમાં 72, સુરતમાં 56, રાજકોટ કોર્પોરેશનમાં 52, વડોદરામાં 39, રાજકોટમાં 33, મહેસાણામાં 32, બનાસકાંઠામાં 30, પાટણમાં 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, સાબરકાંઠામાં 19, ગાંધીનગર-મોરબી-સુરેન્દ્રનગરમાં 18-18, જામનગર કોર્પોરેશનમાં 16 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1022 દર્દી સાજા થયા હતા અને 51,572 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,62,122 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.86 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,03,927 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,03,184 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 113 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.