ગાંધીનગરઃ ગુજરાતમાં પક્ષપલટાને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર મંગળવારે મતદાન થયું હતું. મતદાનના આજે ફાઇનલ આંકડા સામે આવ્યા હતા. 8 બેઠકો પર કુલ 60.70 ટકા મતદાન નોંધાયું હતું. કપરાડા બેઠક પર સૌથી વધુ 77.50 ટકા અને ધારી બેઠક પર સૌથી ઓછું 45.79 ટકા મતદાન નોંધાયું હતું.
 કઈ બેઠક પર કેટલું મતદાન -કપરાડા બેઠક પર 77.50 ટકા મતદાન - અબડાસામાં 61.82 ટકા મતદાન - લીંબડીમાં 58.01 ટકા મતદાન - મોરબીમાં 52.32 ટકા મતદાન - ધારીમાં 45.79 ટકા મતદાન - ગઢડામાં 50.76 ટકા મતદાન - ડાંગમાં 75.01 ટકા મતદાન આઠ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે. કઈ બેઠક પર કોની વચ્ચે છે જંગ
બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર
ધારી જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા
મોરબી બ્રિજેશ મેરજા જયંતિ જયરાજ
ગઢડા આત્મારામ પરમાર મોહન સોલંકી
કરજણ અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા શાંતિલાલ સેંઘાણી
ડાંગ વિજય પટેલ સૂર્યકાંત ગાવિત
કપરાડા જીતુ ચૌધરી બાબુ વરઠા
લીંબડી કિરીટસિંહ રાણા ચેતન ખાચર
US Elections 2020: ભારતીય મૂળના ઉમેદવારોએ પણ લહેરાવ્યા વિજય પતાકા, જાણો કોણ ક્યાંથી જીત્યું જૂનાગઢઃ વંથલીમાં 12 વર્ષની સગીરા પર યુવકે બળાત્કાર, 8 દિવસમાં બળાત્કારની બીજી ઘટનાથી ખળભળાટ, આરોપીનું શું થયું?