ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 101,695 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3078 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16219 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 82398 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16127 લોકો સ્ટેબલ છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 4, રાજકોટ કોર્પોરેશન- 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર -1, ગીર સોમનાથ -1, જુનાગઢ કોર્પોરેશન-1, પાટણ -1, સુરત -1 અને વડોદરા કોર્પોરેશન-1, મળી કુલ 14 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 181, અમદાવાદ કોર્પોરેશનમાં 152, રાજકોટ કોર્પોરેશનમાં 105, જામનગર કોર્પોરેશમાં 99, સુરત 90,વડોદરા કોર્પોરેશનાં 89, રાજકોટ-57, ભાવનગર કોર્પોરેશન 40, વડોદરા -36, પાટણ 30, પંચમહાલ-29, અમરેલી 26, મહેસાણા 26, કચ્છ 25, મોરબી 25, બનાસકાંઠા 24, ગાંધીનગર કોર્પોરેશન 20, નર્મદા 20, અમદાવાદ 19, ભરૂચમાં 19 અને ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા છે.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1218 દર્દી સાજા થયા હતા અને 75,453 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 26,35,369 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 81.02 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,53,061 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,51,582 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1479 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.