ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42  કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી.    રાજ્યમાં આજે  262  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 931  છે. જે પૈકી 09  દર્દી વેન્ટીલેટર પર છે.

  


રાજ્યમાં આજે નવા 42 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 262 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,13,238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.66 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણ પણ જોરોશોરોથી કરી રહી છે. રાજ્યમાં 2,32,949 દર્દીઓનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો 931 કુલ સારવાર હેઠળ છે. જે પૈકી 09 લોકો વેન્ટિલેટર પર છે. 922 લોકો સ્ટેબલ છે. 8,13,238 લોકોને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 10073 લોકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. 


જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 175ને પ્રથમ અને 8930 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 38478 લોકોને પ્રથમ અને 64871 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 115506 લોકોને રસીનો પ્રથમ અને 4989 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ 2,32,949 લોકોને આજનાં દિવસમાં રસી અપાઇ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,78,60,422 કુલ લોકોને રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યા છે. 


રાજ્યમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રોજિંદા કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે નવા 42 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 262 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,13,238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.66 ટકાએ પહોંચ્યો છે.