ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  રાજ્યમાં સતત પાંચમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1311 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3094 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,366  એક્ટિવ કેસ છે, જ્યારે 83,546 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 85 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,281 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,006 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે  સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1, અન્ય રાજ્ય 1 મળી કુલ 16 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 185, અમદાવાદ કોર્પોરેશનમાં 151,   જામનગર કોર્પોરેશનમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, સુરતમાં 92, વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટમાં 46, વડોદરામાં 37, પંચમહાલમાં 33, બનાસકાંઠામાં 32, અમરેલી અને મોરબીમાં 28-28, ભાવનગર કોર્પોરેશનમાં 27, ભરૂચમાં 25, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 20-20, ગાંધીનગર કોર્પોરેશન અને સાબરકાંઢામાં 19-19, મહેસાણામાં 18 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1148 દર્દી સાજા થયા હતા અને 72,751 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 27,08,120  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.11 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,59,519 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,67,381 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 2,138 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.