ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 65  કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી. રાજ્યમાં આજે 289  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1969 છે. જે પૈકી 10 દર્દી વેન્ટીલેટર પર છે. 


રાજ્યમાં એક દિવસમાં 289  દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.54 ટકા છે. ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.


કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક પણ દર્દીનું  મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10072 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.54 ટકા છે. 


અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 10, રાજકોટ શહેરમાં 7, બનાસકાંઠામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 3, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 1, ગીરસોમનાથમાં 1, જામનગરમાં 1, વડોદરામાં 4 કેસ નોંધાયા છે. તે સિવાય જૂનાગઢમાં એક, જૂનાગઢ કોર્પોરેશનમાં એક, ખેડામાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, મહેસાણામાં એક, નર્મદામાં એક, નવસારીમાં બે, પંચમહાલમાં એક, પોરબંદરમાં એક, સુરતમાં એક, વલસાડમાં બે, આણંદમાં ચાર અને અમરેલીમાં બે કોરોનાના નવા કેસ નોંધાયા હતા.


રાજ્યમાં આજે 16 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે આજે એક પણ કોરોનાથી મૃત્યુ થયું નથી. જ્યારે સાજા થયેલા દર્દીઓની સૌથી વધુ અમદાવાદમાં 58, ગીર સોમનાથમાં 50, અમદાવાદમાં 38, ભરૂચમાં આઠ, ગાંધીનગર કોર્પોરેશનમાં 42, જૂનાગઢમાં 11, વડોદરા કોર્પોરેશનમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.