ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, અમરેલીમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 14 લોકોને કોરોના ભરખી ગયો હતો.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 289, સુરત કોર્પોરેશનમાં 191, વડોદરા કોર્પોરેશનમાં 135, રાજકોટ કોર્પોરેશનમાં 89, પાટણ 58, મહેસાણામાં 54, ગાંધીનગર 44, વડોદરા 42, બનાસકાંઠા 39, રાજકોટમાં 39, સુરત 31, જામનગર કોર્પોરેશન 30, સુરેન્દ્રનગર 29, ગાંધીનગર કોર્પોરેશન 27, કચ્છ 26, મોરબી 22, ભાવનગર કોર્પોરેશન 21 અને ખેડામા 20 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1568 દર્દી સાજા થયા હતા અને 68868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 83,10,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.56 ટકા છે.