ગાંધીનગરઃ  રાજ્યમાં કોવિડ-19ના નવા 1046 નવા કેસ નોંધાયા હતા. નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી 1000થી વધારે કેસ આવી રહ્યા છે. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3756 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,146 એક્ટિવ કેસ છે, જ્યારે 1,63,777 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,075 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,79,679 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,  સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1, બનાસકાંઠામાં 1 મળી કુલ 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 161, સુરત કોર્પોરેશનમાં 157,  વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટ કોર્પોરેશનમાં 75, મહેસાણામાં 57, રાજકોટ-વડોદરામાં 38-38, પાટણમાં 36, સુરતમાં 35, બનાસકાંઠા-નર્મદામાં 24-24, ગાંધીનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, ભરૂચમાં 20, જામનગર કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20, સુરેન્દ્રનગરમાં 20, ગાંધીનગરમાં 17, સાબરકાંઠામાં 16, દાહોરમાં 15, મોરબીમાં 15, અમરેલીમાં 14, જુનાગઢમાં 12, ખેડામાં 12, પંચમહાલામાં 11 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 931 દર્દી સાજા થયા હતા અને 51,761 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 64,16,963  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,99,163 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,99,163 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 83 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાત માટે આવતીકાલનો દિવસ ખૂબ મહત્વનો, સુરત અને સૌરાષ્ટ્ર જળમાર્ગથી જોડાશેઃ PM મોદીએ કર્યું ટ્વિટ

રેપ અને હત્યા કેસમાં ઉમર કેદની સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને કેમ મળ્યા હતા એક દિવસના પેરોલ ? જાણો વિગત