ચંદીગઢઃ બળાત્કારના કેસમાં દોષી ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને 24 કલાકના સીક્રેટ પેરોલ મળ્યા હતા. તેને આપવામાં આવેલો પેરોલી માત્ર 4 લોકોને જાણકારી હતી. જેમાં સીએમ મનોહર લાલ ખટ્ટર પણ સામેલ છે. ગુરમીત રામ રહીમને પેરોલ 24 ઓક્ટોબરે મળ્યા હતા.

રોહતકની સુનારિયા જેલમાં બંધ રામ રહીમને હરિયાણા પોલીસની ત્રણ કંપનીએઓ સુરક્ષિત રીતે જેલની બહાર લાવી હતી. જ્યાં તેણે મેદાંતા હોસ્પિટલમાં માતા સાથે મુલાકાત કરી હતી. આ હોસ્પિટલમાં તેની માતાની સારવાર ચાલી રહી છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે રામ રહીમની મુલાકાત તેની માતા સાથે થઈ હતી.

રામ રહીમ 25 ઓગસ્ટ 2017થી રોહતક જેલમાં બંધ છે. ડેરાની પૂર્વ સાધ્વીઓ સાથે દુષ્કર્મ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં રામ રહીમને દોષિત જાહેર કરાયો હતો. પેરોલ મળવાની બાબત સામે આવ્યા પછી જેલ મંત્રી રણજિત સિંહ ચૌટાલાએ કહ્યું હતું કે બાબાને પેરોલ નિયમો મુજબ અપાઈ હતી. જોકે તેણે આ પહેલા પણ પેરોલ માટે અરજી કરી હતી, પરંતુ એ મંજૂર કરાઈ ન હતી.

નવસારી: તાંત્રિકે વિધિની નામે બે સગી બહેનો સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને બની ગર્ભવતી, પછી શું થયું?

સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર-ઓફિસની બહાર દોડી આવ્યા