ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 128 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2467 છે. જે પૈકી 10 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 128 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,297 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.48 ટકા છે. અત્યાર સુધીમાં 2,68,07,725 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,65,647 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશન 8, પોરબંદર 3, વડોદરા 3, વડોદરા કોર્પોરેશન 3, ભરુચ 2, જામનગર 2, જૂનાગઢ 2, મેહસાણા 2, નવસારી 2, વલસાડ 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, મોરબી 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 200 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇનવર્કર્સને પ્રથમ ડોઝ અને 6626 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 44506 લોકોને પ્રથમ અને 69328 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં નાગરિકોની વાત કરીએ તો રાજ્યમાં રસીકરણનાં મોરચે 139401 લોકોને પ્રથમ ડોઝ અને 5586 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,65,647 લોકોને રસી અપાઇ ચુકી છે. ગુજરાતમાં કુલ 2,68,07,725 લોકોને અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે.
જો એક્ટિવ દર્દીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2467 કુલ દર્દી છે. વેન્ટીલેટર પર 10 છે. 2457 લોકો સ્ટેબલ છે. 8,11,297 લોકો ડિસ્ચાર્જ થયા છે. 10069 લોકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. કોરોનામાં આજે કુલ 2 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. સુરત અને અમદાવાદ કોર્પોરેશન સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાનો આંકડો સિંગલ ડિજીટમાં છે.