Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેઓ નિવાસ સ્થાને પ્રાથમિક સારવાર લઈ રહ્યા છે.
સરકારે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારને થોડા દિવસો પહેલા જ 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. કેન્દ્ર સરકારે તેમના 31મી જાન્યુઆરી 2023 સુધીના એક્સટેન્શનને મંજૂરી આપી હતી જેના કારણે તેઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તંત્રને મદદરૂપ બનશે તથા નવી સરકારના ગઠન સુધી ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. તેઓ 1986ની બેંચના IAS અધિકારી છે.
પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી સરકાર પંકજ કુમારની કામગીરીથી પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના અધિકારી તરીકે પણ પંકજ કુમારની ઓળખ થાય છે. તેઓ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત ગેસ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ જેવી સરકારી કંપનીઓના પણ ચેરમેન-એમડી પદે રહી ચુક્યા છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના કેસની ગતિમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના 154 નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક્ટિવ કેસનો આંક 700 ને પાર થઇ ગયો છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંક 150 ને પાર થયો હોય તેવું 1 માર્ચ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 11 દિવસમાં જ રાજ્યમાંથી કુલ 910 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. નવા કેસ પૈકીના 75% માત્ર અમદાવાદ-વડોદરામાંથી નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 11 દિવસમાં જ કુલ 500 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં 8 માર્ચ બાદ એક્ટિવ કેસનો આંક 700 ને પાર થયો છે. હાલમાં કુલ 704 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા એક સપ્તાહમાં જ એક્ટિવ કેસમાં 145 %નો વધારો થયો છે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 8582 નવા કેસ અને 4 સંક્રમિતોનામોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 44 હજારને પાર થયો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 44,513 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,761 પર પહોંચ્યો છે. દેશમાં 4,2652,743 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,07,08,541 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 13, 04,427 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.
જૂન 2022માં દેશમાં નોંધાયેલા કેસ
11 જૂન શનિવારે 8329 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.
10 જૂન શુક્રવારે 7,584 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.
9 જૂન ગુરુવારે 7242 નવા કેસ અને 8 સંક્રમિતોના મોત થયા.
8 જૂનબુધવારે 5233 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા.
7 જૂન મંગળવારે 3714 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા હતા.
6 જૂન સોમવારે 4518 નવા કેસ અને 9 સંક્રમિતોના મોત થયાહતા.
5 જૂન રવિવારે 4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત હતા.
4 જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
2 જૂન ગુરુવારે 3712 નવાકેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.