રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ભયાનક છે. દરરોજ નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1 લાખનો પાર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક પણ 6 હજારને પાર  પહોંચી ગયું છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. 


ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,804 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 5,618 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,61,493 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 77.30 ટકાએ પહોંચ્યો હતો. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 21, સુરત  કોર્પોરેશનમાં 19,  રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-2, મહેસાણમાં 4, જામનગર કોર્પોરેશન-9,  બનાસકાંઠા-5, જામનગર-5, વડોદરા-6,  ભાવનગર કોર્પોરેશન-4, પાટણ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, ભાવનગર 4, ગાંધીનગર 2, દાહોદ 1, જૂનાગઢ 2,  જૂનાગઢ કોર્પોરેશન 2, વલસાડ 2, ભરૂચ 3,  મહીસાગર 1, રાજકોટ 3, સુરેન્દ્રનગર 4, પંચમહાલ 1,  સાબરકાંઠા 6, મોરબી 4, અમદાવાદ 1, અરવલ્લી 1,  છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકામાં 4 અને બોટાદમાં 2ના મૃત્યુ થયા હતા. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 5411,  સુરત કોર્પોરેશનમાં 2176, સુરત 641, રાજકોટ કોર્પોરેશન- 626, વડોદરા કોર્પોરેશન-546, મહેસાણા-476, જામનગર કોર્પોરેશન-354, બનાસકાંઠા-278,  જામનગર-253, કચ્છ-210, વડોદરા-170,  ભાવનગર કોર્પોરેશન-166, પાટણ-165,  ગાંધીનગર કોર્પોરેશન-163, ભાવનગર 136,  ખેડા 129,  ગાંધીનગર 117,  દાહોદ 115,  જૂનાગઢ 110, જૂનાગઢ કોર્પોરેશન 108, નવસારી 108, વલસાડ 107, ભરૂચ 106, મહીસાગર 93, રાજકોટ 93, સુરેન્દ્રનગર 93, તાપી 89, અમરેલી 87, ગીર સોમનાથ 85, પંચમહાલ 83, સાબરકાંઠા 79, મોરબી 61, અમદાવાદ 59, અરવલ્લી 59, આણંદ 52 કેસ નોંધાયા હતા. 



કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.