ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 14  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,077 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે  2,96,160 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2,આણંદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢમાં એક, નવસારીમાં એક, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં એક, કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 176 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 173 નાગરિકો સ્ટેબલ છે. 8,16,077 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2,આણંદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢમાં એક, નવસારીમાં એક, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં એક, કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1409 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 16747 નાગરિકોને રસીનો પ્રથમ અને 66676 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 46797 નાગરિકોને રસીનો પ્રથમ અને 164521 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,96,160 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,76,47,901 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ,  સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર, તાપી વડોદરા  અને વડોદરા કોર્પોરેશનમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.