ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1646   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 15972  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 103 લોકો વેન્ટીલેટર પર છે. 15869 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1187249 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10795 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 20 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 3955 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.80  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  20 મોત થયા. આજે 2,28,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


આજે કોરોનાના કારણે 20 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, મહેસાણા 1, સાબરકાંઠા 1, ભરુચ 2, પંચમહાલ 1, દાહોદ 1 અને ભાવનગરમાં 2  કોરોના દર્દીઓનું મોત થયું છે.


અત્યાર સુધીમાં કુલ  1187249  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.80 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 ને પ્રથમ અને 34 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3307 ને પ્રથમ અને 11116 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 16888 ને પ્રથમ અને 62385 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 16464 ને પ્રથમ અને 82993 ને બીજો ડોઝ અપાયો હતો. 35302 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,28,507  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,09,45,564 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.