ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 367   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3925  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 36 લોકો વેન્ટીલેટર પર છે. 3889 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1206445 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10906 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 4 લોકોના મોત થયા છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 56, વડોદરા 31,  બનાસકાંઠા 14,  ગાંધીનગર કોર્પોરેશન 12, આણંદ 8 , ભરુચ 7, દાહોદ 7, પાટણ 7, તાપી 7, સાબરકાંઠા 6, રાજકોટ 5, સુરત કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે. 


બીજી તરફ આજે  902 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.79  ટકાએ પહોંચ્યો છે. આજે 11,86,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 4 લોકોના મોત થયા છે.   વડોદરા કોર્પોરેશન 2, ભરુચ 1, પોરબંદર 1  કોરોના દર્દીનું મોત થયું હતું.


અત્યાર સુધીમાં કુલ 1,20,6445  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.79 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 17 ને પ્રથમ અને 40 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3537 ને પ્રથમ અને 8343 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12199 ને પ્રથમ અને 55004 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 7665 ને પ્રથમ અને 80938 ને બીજો ડોઝ અપાયો હતો. 18346 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,86,089  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,24,75,788 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.