Gujarat Corona Update: ગુજરાતમાં ગયા અઠવાડિયે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયો હતો પરંતુ ત્યાર બાદ ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે.  ફરીથી કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 668 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નોંધાયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 515  દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી. 


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ?
 
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 668 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 253, સુરત શહેરમાં (Surat) 81, વડોદરા શહેરમાં (Vadodara) 52,  ભાવનગર શહેરમાં 27, ગાંધીનગર શહેરમાં 27, ગાંધીનગરમાં 19, સુરતમાં 18, વલસાડ 18, મહેસાણા 15, કચ્છમાં 14 કેસ નોંધાયા છે. 



515 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 4046  થયા


રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 515 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,22,381 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 4046 થયા છે, જેમાં 5 દર્દી  વેન્ટિલેટર પર છે, જયારે 4041 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક 10,948 છે. 


દિલ્હીમાં કોરોનાના 544 નવા કેસ


દિલ્હીમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે, શનિવારે રાજધાનીમાં આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 544 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાને કારણે 2 લોકોના મોત થયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને 607 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં રાજધાની દિલ્હીમાં કોરોનાના 2,264 સક્રિય કેસ છે. શનિવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 16158 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 544 કોવિડ પોઝિટિવ જોવા મળ્યા હતા. આ દરમિયાન, સકારાત્મકતા દર 3.37 ટકા હતો અને 607 દર્દીઓ સાજા થયા હતા.


દિલ્હી હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર, હાલમાં રાજધાનીમાં 1595 કોરોના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે અને તેની સાથે 125 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 55 દર્દીઓ ICUમાં છે, 41 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે અને 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તે જ સમયે, આમાંથી 103 દર્દીઓ દિલ્હીના છે અને 22 દર્દીઓ દિલ્હીની બહારની હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 11160 લોકોનો RTPCR, CBNAAT ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય 4998 લોકોનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 39205028 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.