રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 842 કેસ નોંધાયા છે. જ્યારે 598 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી.    આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે.


રાજ્યમાં હાલ 5714 એક્ટિવ કેસ છે. જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5706 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 1231813  દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.



જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 244 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 69, મહેસાણા 106, ગાંધીનગર 39, સુરત કોર્પોરેશન 42, વડોદરા 17, ગાંધીનગર કોર્પોરેશન 22  કેસ નોંધાયા છે.