Coronavirus Cases LIVE: નીતિન પટેલે આપી કોરોનાને મ્હાત, જાણો કેટલા દિવસ લીધી સારવાર

Gujarat Coronavirus Cases Updates: ગુજરાતમાં અત્યાર સુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 May 2021 02:57 PM
નીતિન પટેલ થયા કોરોના મુક્ત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈ પોતાના નિવસ્થાને પહોંચ્યા હતા. ગત 24 એપ્રિલના રોજ નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા હતા. 24 એપ્રિલના રોજ નીતિન પટેલને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 16 દિવસની સારવાર લીધા બાદ નીતિન પટેલ પોતાના નિવસ્થાને પહોંચ્યા હતા.

આઈપીએલમાં રમતાં ગુજરાતી ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન

ચેતનના પિતા કોવિડ પોઝિટિવ (Covid Positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું નિધન થયું હતું. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આ વાતની પુષ્ટિ કરી હતી. IPLમાં ચેતને સાત વિકેટ લીધી હતી.

અમદાવાદના ભૂતપૂર્વ ડે. કમિશનર ઝેડ.એ. સાચાનું કોરાનાથી નિધન

AMC ના ભૂતપૂર્વ ડે કમિશનર ઝેડ.એ.સાચાનું svpમાં કોરોના સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ એક સપ્તાહથી સારવાર હેઠળ હતા. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વિસનગરના ઘાઘરેટ ગામમાં કોરોના થી બે સગા ભાઈના મોત

વિસનગરના ઘાઘરેટ ગામમાં કોરોના થી બે સગા ભાઈના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે. રાકેશ પટેલ અને મુકેશ પટેલ નામના બે સગા ભાઈઓને કોરોના ભરખી ગયો છે. જે પૈકી એક ભાઈ વિસનગરની બાકરપુર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં હતા. ગામમાં અત્યાર સુધીમાં 10 લોકોના કોરોનાથી મોત થયા છે.

અમદાવાદમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનમાં બે કિમી લાંબી લાઈન

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વેકસીન લેવા ભારે ધસારો જોવા મળ્યો છે. રવિવારની રજાના કારણે ડ્રાઈવ થ્રૂ વેકસીનેશન શરૂ થતાં પહેલાં બે કિલોમીટર લાંબી લાઈન લાગી છે. પ્રથમ દિવસે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 1100 થી વધુ લોકોએ વેકસીન લીધી હતી. આજે નાગરિકો સવારમાં 6 વાગ્યાથી વેકસીન લેવા માટે લાઇનમાં ઉભા રહ્યા છે.

ગુજરાતના આ શહેરોમાં શરૂ થશે મ્યુકોરમાઈકોસિસના અલગ વોર્ડ

કોરોના પછી  દરદીઓમાં  મ્યુકોરમાઈકોસિસના  વધી રહેલા  વ્યાપને અંકુશમાં લેવા માટે અને તેનો અકસીર ઈલાજ થઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની હોસ્પિટલ્સમાં અલગ વિભાગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ આયોજના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરની સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઈકોસિસ ના  દર્દીઓ માટે અલાયદા વોર્ડ્સ શરૂ કરવામાં આવશે.

ભાગવત વિદ્યાપીઠમાં કોવિડ-૧૯ હોસ્પિટલ થઈ કાર્યરત

શ્રી ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ, કૃષ્ણધામ, સોલા ના શાંત અને સૌમ્ય વાતાવરણમાં ટ્રસ્ટ સંચાલિત શ્રી નિરામય તીર્થ આરોગ્ય સેવા મંદિર ખાતે ૧૦ ઓક્ષીજ્ન બેડ અને ૨૦ આઈસોલેસન બેડ ની કોવિડ-૧૯ હોસ્પિટલ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં માઈલ્ડ તથા મોડરેટ ઇન્ફેકશન હોય તેવા દર્દીઓને દાખલ કરીને સંપૂર્ણ સારવાર કરવામાં આવશે. જરૂરિયાત મુજબ લેબ ટેસ્ટીંગ, ઓક્સિજન, સીટી સ્કેન, એક્સરે, દવાઓ તથા જમવા વગેરેની વ્યવસ્થા સાથે, તાલીમ બધ્ધ ડોકટરો તથા નર્સિંગ સ્ટાફ ની ઉપલબ્ધીનો સતત લાભ મળતો રહેશે. આ કોવિડ સેવા નોન- પ્રોફિટ ધોરણે સેવાકીય ભાવનાથી ગુણવત્તાસભર  જરૂરિયાત મંદ દર્દીઓને સારવારની વ્યવસ્થા મળે તે હેતુથી કરવામાં આવેલ છે

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,02,87,224  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 31,15,821  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,34,03,045 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 19,276 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 39,790 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,16,114 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

શનિવારે અમદાવાદ કોર્પોરેશનમાં 3359,  સુરત કોર્પોરેશન-889,  વડોદરા કોર્પોરેશન 710,  મહેસાણામાં 588, વડોદરા 429, રાજકોટ કોર્પોરેશન 396,  જામનગર કોર્પોરેશમાં 382,  રાજકોટ-290, બનાસકાંઠા-280,  ભાવનગર કોર્પોરેશમાં 280, સુરતમાં 273, જામનગરમાં-264,  જૂનાગઢમાં-259, જૂનાગઢ કોર્પોરેશનમાં 246,  પંચમહાલમાં 231, ગીર સોમનાથમાં-223,  કચ્છમાં-189, દાહોદ -179, આણંદ-176, મહિસાગર-175, અરવલ્લીમાં-171,  ગાંધીનગર-160, પાટણ-155, અમરેલી-146, ખેડા-139, સાબરકાંઠા-139, ભરુચ-131, ગાંધીનગર કોર્પોરેશન-124, નવસારી-121, વલસાડ-102, ભાવનગર-99,  છોટા ઉદેપુર-98, અમદાવાદ-83, સુરેન્દ્રનગર-76, મોરબી-72, નર્મદા-67, દેવભૂમિ દ્વારકા-58, તાપીમાં-49,પોરબંદરમાં-46, બોટાદમાં 30 અને ડાંગમાં 8 કેસ સાથે કુલ 11892 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૧૯ના મૃત્યુ થયા છે. આ સાથે જ ૧૮ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧૨ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૬,૬૯,૯૨૮ જ્યારે કુલ મરણાંક ૮,૨૭૩ છે.આ પૈકી ૧,૪૩,૪૮૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ હવે વધીને ૭૭.૩૬% છે.  ગુજરાતમાં અત્યાર સુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.