ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. આજે 800થી ઓછા કેસ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 734 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4309 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,45,772 પર પહોંચી છે.


રાજ્યમાં હાલ 9663 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,31,800 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 9599 લોકો સ્ટેબલ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને રાજકોટ કોર્પોરેશનમાં-1ના મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 152, સુરત કોર્પોરેશનમાં 108, વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશનમાં 60, વડોદરા-28, રાજકોટ-27, કચ્છ 22, ભરૂચ 20, મહેસાણા-16, ખેડા 15, પંચમહાલ 15, સાબરકાંઠા 15, સુરત 14 અને ગાંધીનગરમાં 12 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 907 દર્દી સાજા થયા હતા અને 53,520 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 97,06,300 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.32 ટકા છે.